Showing posts with label Gujarati Sad. Show all posts
Showing posts with label Gujarati Sad. Show all posts

રડતી આંખો ને હસાવનાર....

રડતી આંખો ને હસાવનાર કોઈ નથી 
ઘાયલ હૈયા ને મંઝીલ બતાવનાર કોઈ નથી 
આંસુ તો દરેક ની આંખો માં હોય જ છે 
પણ ઈ આંસુ  ને સમજનાર કોઈ નથી .

હર એક શ્વાસ માં તારી યાદ......

હર એક શ્વાસ માં તારી યાદ મુકુ છું ,
મારા થી વધુ વિશ્વાસ તારા માં મુકુ છું ,
સાચવજે મારા આ વિશ્વાસ ને જતન થી 
મારા  શ્વાસ ને  તારા વિશ્વાસ એ મુકુ છું.

દરેક યાદ નો અર્થ ઇન્તેઝાર.....

દરેક યાદ નો અર્થ ઇન્તેઝાર નથી હોતો  
વહી જતી મુલાકાત નો અર્થ વિયોગ નથી હોતો  
આ તો સંજોગો મજબુર કરે છે માનવી ને
બાકી દરેક ના નો અર્થ ના નથી હોતો .

સબંધો નથી બદલતા પણ.......

સબંધો  નથી  બદલતા  પણ  સંજોગો  બદલાય  છે ,
 ભીડ વચે જયારે  સ્નેહીજન  ની ખોટ વર્તાય છે ,
 ત્યારે જ  કોઈના સંબંધ ની સાચી કીમત સમજાય છે. 

થોડી ગેરસમજથી સારું જીવાય છે ...

થોડી ગેરસમજથી સારું જીવાય છે,
ખુલાસા કરવાથી દુખી થવાય છે,
જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી,
બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.

જીવન નું એક કડવું સત્ય છે....

જીવન નું એક કડવું સત્ય છે :-
 ''સાચો પ્રેમ હમેશા ખોટા વ્યક્તિ સાથે થાય છે , 
અને જયારે સાચા વ્યક્તિ સાથે થાય છે , 
ત્યારે ખોટા સમયે થાય છે."

રસ્તા ગણા છે ને મંજિલ એક છે....

રસ્તા ગણા છે ને મંજિલ  એક છે,
ઈશ્વર એક છે ને  નામ ગણા છે,
હજાર  ફૂલ છે ને માળી એક છે,
સાલું કેટલું અનોખું છે,
તકદીર હાથ માં છે
છતાય  હાથ ખાલી છે

Related Posts Plugin for WordPress, Blogger...